🔍 Google'$ 🔍

Popular posts

Gujarati Grammar Part- 1 || ગુજરાતી વ્યાકરણ ભાગ -૧

             

               www.naukrimahiti.com

[ ૧ ] સંજ્ઞા અને તેના પ્રકાર :-

* સંજ્ઞા એટલે શું ? 

--> કોઈ પણ સજીવ કે નિર્જીવ વસ્તુનું કોઈ ચોક્કસ નામ આપવામાં આવેલું હોય છે. તેને સંજ્ઞા કહે છે.

દા.તા. હિમાલય, નર્મદા, લીંબુ, ફુલ

* સંજ્ઞા ના કુલ પાચ પ્રકાર છે.

૧) વ્યક્તિવાચક સંજ્ઞા.

-->કોઈ વ્યક્તિ કે વસ્તુ / પદાર્થ ને ઓળખવા માટે તેને વિશેષ નામ આપવામાં આવે ત્યારે તે વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.

દા.તા. જયદીપ, ગંગા, ગીરનાર

૨) જાતિવાચક સંજ્ઞા.

-->સમાન જાતિ કે વર્ગની વ્યકિતઓ કે પદાર્થઓ

વસ્તુઓ ને ઓળખાતી સંજ્ઞા જાતિવાચક સંજ્ઞા છે.

દા.તા. યુવતી, પાઠયપુસ્તકો, છોકરો

૩) સમુહવાચક સંજ્ઞા.

-->જે સંજ્ઞા કોઈ વર્ગની વ્યકિતઓ વસ્તુઓ કે પદાર્થના નિર્દેશ કરતી હોય તે સમુહવાચક સંજ્ઞા કહે છે.

દા.તા. ઢગલો, ટોળુ, સેના

૪) દ્રવ્યવાચક સંજ્ઞા.

-->જે પદાર્થ દ્રવ્ય રૂપે હોય છે.  ઘન, પ્રવાહી તેને દ્રવ્યવાચક સંજ્ઞા કહે છે.

દા.તા. ખીર, સોનું, પાણી

૫) ભાવવાચક સંજ્ઞા.

-->જે પદાર્થને જોઈ કે સ્પર્શ ન કરી શકાય પરંતુ જે ફ્ક્ત અનુભવી શકાય તેના ગુણ કે ભાવ દર્શાવતી સંજ્ઞા તેને ભાવવાચક સંજ્ઞા કહે છે.

દા.તા. આળશુ, નિશ્વાસ

[ ૨ ] પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય :-

--> શબ્દની આગળ કે પાછળ પ્રત્યય લગાવાથી શબ્દના નવા નવા રૂપો તૈયાર થાય છે.

પૂર્વ પ્રત્યય :- અવ્યવસ્થા, પ્રગતિ, વિજ્ઞાન, પ્રતિવેગ, લોકગીત

પર પ્રત્યય :- બચપન, લેખક, નિપુણતા, પિતાજી, યાંત્રિક

[ ૩ ] વિશેષણ અને તેના પ્રકાર :-

*વિશેષણ એટલે શું ?

-->વાક્યમાં આવતી સંજ્ઞાના અર્થમાં કઈ વિશેષતા લાવવા જે પદ મુકાય છે. તેને વિશેષણ કહે છે.

દા.તા. સુંદર છોકરો 

*વિશેષણ ના કુલ આઠ પ્રકાર છે.

(૧) ગુણવાચક વિશેષણ. 

--> કોઈ વસ્તુ/પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે. તેને ગુણવાચક વિશેષણ કહે છે.

દા.તા. મોટું મકાન , લીલો છોડ , કાળો કામળો

(૨) રંગવાચક વિશેષણ. 

--> વિશેષ રંગના ગુણધર્મનો ઉલ્લેખ કરે તે રંગવાચક વિશેષણ કહેવાય.

દા.તા. પાકી કેરી પીળા રંગની હોય છે

         મીરાબાઈ કાળો કામળો ઓઢે છે.

(૩) સ્વાદવાચક વિશેષણ. 

--> વિશેષ સ્વાદનો ગુણધર્મ દર્શાવે તે સ્વાદવાચક વિશેષણ કહેવાય.

દા.તા. લીંબુનો સ્વાદ ખાટો હોય છે.

         ડૉક્ટર ની દવા હંમેશા કડવી હોય છે.

(૪) આકારવાચક વિશેષણ. 

-- > ખાસ પ્રકારના આકારને સૂચવે તે આકારવાચક વિશેષણ કહેવાય.

દા.તા. પાંચ રૂપિયા નો ગોળ સિક્કો હતો.

         તેમને ચોરસમાં ચિત્ર દોરવાનું કહ્યું.

(૫) સંખ્યાવાચક વિશેષણ. 

--> એક, બે, પચાસ, સો જેવી સંખ્યા અથવા ક્રમમાં આવતી ક્રમીક સંખ્યા પહેલો , સાતમો વગેરે. આવી સંખ્યા દર્શાવતા વિશેષણ ને સંખ્યાવાચક વિશેષણ કહે છે.

દા.તા. તે પહેલા નંબરે પાસ થયો.

        ચાર માસનું ચોમાસું હોય છે.

(૬) સાર્વનામિક વિશેષણ. 

--> મારી, તારી, આપણી, અમારી, તમારી, જ્યારે, જે તે.. આ સર્વનામો સંજ્ઞાના અર્થ માં વધારો કરે ત્યારે તે સાર્વનામિક વિશેષણ હોય છે.

દા.તા. મારી ચોપડી જલદી આપો.

         તમે કયું પુસ્તક વાંચ્યું.

(૭) કર્તુવાચક વિશેષણ. 

--> આ વિશેષણ ક્રિયા કરનાર વ્યક્તિની ખાસ પ્રકારની ક્રિયાને વિશેષણ રૂપે દર્શાવે છે. 

દા.તા. તું મને શિખામણ આપનાર કોણ.

         મોર ચોમાસામાં ખૂબ નાચનાર પક્ષી છે.

(૮) પરિણામવાચક વિશેષણ. 

--> પરિણામ એટલે માપ દરેક વસ્તું કે પદાર્થ ને અમુક નિસિત માપ હોય છે. એ માપને વિશેષણ રૂપે દર્શાવવામાં આવે છે.

દા.તા. એક પડિયામાં થોડાક ફળ હતા.

        કેટલાક વર્ગ ગરીબાઇ ની નીચે જીવે છે.

[ ૪ ] નિપાત :-

--> ભાષામાં કેટલાક ધટકો જેવા કે વિશેષણ , ક્રિયાવિશેષણ કે સંજ્ઞા ક્રિયારૂપની સાથે આવે છે. એ ધટકો ને નિપત કહે છે.

*તેના ચાર પ્રકાર છે. 

૧) ભારવાચક નિપાત. 

જ, યે, પણ,વગેરે.......

દા.તા. સ્વર્ગમાં આસુ હોતા જ નથી.

         તે બીજે પરણી પણ ગયો.

૨) સીમાવાચક નિપત. 

ફક્ત, કેવળ, માત્ર, તદન,સાવ, છેક,વગેરે....

દા.તા. તે કેવળ નિરાશ થવાની વાત છે.

         તે સાવ ડરપોક છે.

૩) આગ્રહ કે ખાતરીવાચક નિપાત. 

ત્યાં,જે,ને,વગેરે...

દા.તા. મારે ત્યાં જમવાનું છે.

        તમે કાંઈ સંસ્કૃત અભ્યાસ કર્યો કે.

૪) આદર કે વિનાયવાચક નિપત. 

જી.

દા.તા. મંત્રીજી હવે તમે કંઇક બોલશો?

         મારા કેસરભીના કંથ હો, સિધવોજી રણવાટ

[ ૫ ] કર્તરિ અને કર્મણિ વાક્યો :-

*કર્તરિ વાક્યો :-

--> વાક્યમાં થી, વડે, દ્વારા જેવા શબ્દો હોય તો , કાઢી નાખવામાં આવે ત્યારે કર્તરિ વાક્ય બને છે.

*વાક્ય માં કર્તા નું મહત્વ હોય છે.

દા.તા. અંજુ થી શીરો ખવાયો - કર્મણિ

          અંજુ એ શીરો ખાધો - કર્તરિ

          મોર વડે નૃત્ય કરાય છે . - કર્મણિ

          મોર નૃત્ય કરે છે. - કર્તરિ

*કર્મણિ વાક્ય :- 

--> વાક્યમાં થી, વડે ,દ્વારા જેવા શબ્દો મૂકવાથી કર્મણિ વાક્ય બને છે.

*વાક્ય માં કર્મ નું મહત્વ હોય છે.

દા.તા. હું સ્કૂલમાં આવી - કર્તરિ

         મારા થી સ્કૂલમાં અવાયું - કર્મણિ

         મણિકાકા ધમણ ચલાવતા - કર્તરિ

         મણિકાકા થી ધમણ ચલાવતી - કર્મણિ

0 Komentar untuk "Gujarati Grammar Part- 1 || ગુજરાતી વ્યાકરણ ભાગ -૧ "

Back To Top